ટંકારા: અહીંના પોલીસ ખાતાએ લજાઈ ચોકડી પાસેથી એક ઈસમને કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં ચલાવતા પકડેલ છે…
જાણવા મળ્યા મુજબ ટંકારા તાલુકાના વીરપરના રાજુભાઈ ગોવીંદભાઈ ઉધરેજા (ઉ.વ.50) વાળાને પોલીસ ખાતાએ પોતાનાં હવાલાવાળી
બજાજ કંપનીની સી.એન.જી રીક્ષા રજીસ્ટર નંબર GJ-36-W-1249 વાળી જેની કિ.રૂ.૫૦,૦૦૦/- વાળી ગેરકાયદેસર પાસ પરમીટ કે
આધાર વગર તથા ડ્રાઈવીંગ લાયસન્સ વગર જાહેર રોડ ઉપર કેફી પ્રવાહી પીણું પીધેલ હાલતમાં ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫, ૩-૧૮૧, પ્રોહી એકટ કલમ- ૬૬-૧-બી, મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…