જીનપરા જકાતનાકા નજીકથી વરના કાર સાથે ધરપકડ
વાંકાનેરમાં દેશી દારૂ ઢીંચીને મોટરસાયકલ ચલાવતા ચાર શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપ્યા હતા અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાંકાનેરમાં વાંકાનેર બાઉન્ડ્રીથી ઠીકરીયાળા જવના રોડ ઉપર આરોપી રધુભાઇ ઉર્ફે દિપકભાઇ કાળુભાઇ સોરાણી રૂ.૨૫ હજારની કિંમતના પોતાના પલ્સર મોટર સાયકલ રજીસ્ટર નંબર GJ-૦૩-JE-5476માં પીધેલ હાલતમાં નીકળતા મળી આવ્યો હતો.

બીજા કિસ્સામાં વાંકાનેરમાં પાડધરા ગામ પાસે રોડ પર આરોપી છગનભાઇ પ્રેમજીભાઇ નંદેસરીયા પોતાના રૂ.૩૦,૦૦૦ની કિંમતના હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં.GJ-36-N-7680 નશામાં ધૂત અવસ્થામાં મળી આવ્યો હતો.

જ્યારે ત્રીજા કિસ્સામાં વાંકાનેરમાં મકતાનપર ગામના જાંપા પાસે આરોપી ગોરધનભાઇ સતાભાઇ ઉઘરેજા પોતાના રૂ.૨૦,૦૦૦ની કિંમતના ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં. GJ-03-FQ-3164માં પીધેલ હાલતમાં નીકળતા મળી આવ્યો હતો.

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીકથી GJ-3-CE-8615 નંબરની હ્યુન્ડાઇ વર્ના કારમાં દેશી દારૂની હેરફેર કરતા આરોપી રોહીતભાઈ દાનાભાઈ કાંજીયા અને આરોપી વિજયભાઈ જીવાભાઈ સાંકળીયાને 400 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ દોઢ લાખની કાર સહીત 1,62,000નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં આરોપીઓએ તૌફીક સંધી રહે. ઢુવા ગામ વાળાની સંડોવણી કબુલતા પોલીસે તૌફિકને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
