હાથ મશીનમાં આવી ગયો: પંચાસીયાના બે શખ્સો જુગાર રમતા ઝડપાયા
વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા નશેડી પુત્રે વયોવૃદ્ધ પિતા સાથે દારૂના નશામાં ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના દલડી ગામે રહેતા મનસુખભાઈ ભીખાભાઈ મકવાણા નામના 75 વર્ષના વૃદ્ધ રાત્રીના પોતાના ઘરે હતા ત્યારે તેના પુત્ર પંકજે દારૂના નશામાં ઝઘડો કરી માર માર્યો હતો. મનસુખભાઈ મકવાણાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાથ મશીનમાં આવી ગયો
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ રેડ સ્ટોન ગ્રેનાઈટો નામના કારખાનામાં કામ દરમિયાન નવીન બાબુભાઈ કોળી (ઉંમર ૧૯) નામના યુવાનનો હાથ મશીનમાં આવી ગયો હતો. ગત તા.૨૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં નવીનભાઈ કોળીનો હાથ મશીનમાં આવી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને
ત્યાંની તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.
પંચાસીયાના બે શખ્સો જુગાર રમતા ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ઢુવા ચોકડી નજીક જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીના નોટ નંબરી જુગાર રમતા મુકેશભાઈ હંસરાજભાઈ કોંઢીયા અને ભરતભાઈ પોપટભાઈ દેલવાડીયા (રહે. બંને પંચાસીયા)ને રોકડ રકમ રૂ. ૫૫૦ સાથે ઝડપી પાડી બંને સામે જુગારધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…