આ દિવસની અગાઉ જેમણે એપોઇનમેન્ટ લીધી હોય તેઓએ તા. ૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે
ગરવી વેબ એપ્લીકેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી એપ્લીકેશન તા. ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ બંધ રહેશે, જેથી બે દિવસ દસ્તાવેજ સહિતની કામગીરી બંધ રહેશે.
રાજ્યના સુપ્રી. ઓફ સ્ટેમ્પ નોંધણી નિરીક્ષક દ્વારા રાજ્યની તમામ સબ રજીસ્ટાર કચેરીને અખબારી યાદીના માધ્યમથી જણાવ્યું છે કે તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪ એપ્રિલ, ૦૭ એપ્રિલ અને ૦૮ એપ્રિલના જાહેર રજાના દિવસોમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલી રહી હોય, જેથી ગરવી વેબ એપ્લીકેશનનું ટેકનીકલ મેન્ટેનન્સ કરવાનું બાકી હોય; જેથી તા. ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ ગરવી વેબ એપ્લીકેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી રાજ્યની તમામ રજીસ્ટાર કચેરીમાં નોંધણી કામગીરી અને અન્ય તમામ કામગીરી તા. ૨૪ એન ૨૫ એપ્રિલ સોમવાર અને મંગળવારના રોજ બંધ રહેશે.
અગાઉ જે પક્ષકારોએ તા. ૨૪ અને ૨૫ એપ્રિલની એપોઇનમેન્ટ લીધી હોય, તેઓએ તા. ૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કોઈપણ દિવસે અગાઉ લીધેલ ટોકન અન્વયે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.