કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કાછીયાગાળા પાસે બાઇકને ટ્રેક્ટરે હડફેટે લેતા બે જણાને ઇજા

ગારીડા પાસે ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું

બે યુવાનોને ઇજા

ડમ્પરના પાછળના જોટા નીચે યુવાનના પગ પિલાઈ ગયા
સમઢીયાળા જવાના રસ્તે આવેલ કારખાને જતા બનેલો બનાવ

વાંકાનેર: રેલ્વે સ્ટેશનથી સમઢીયાળા ગામ જવાના રસ્તે આવેલ સનરાઇઝ સ્ટીલ કારખાને જતા બે યુવાનોને ગારીડા ગામ પાસે હાઇવે રોડ પર એક ડમ્પર ચાલકે પાછળથી આવી કાવુ મારતા મોટર સાયકલ ડમ્પરના પાછળના જોટા પાસે અથડાતા બંનેને ઇજા પહોંચેલ છે, ચાલક ડમ્પર સ્થળ પર મુકી નાશી ગયેલ છે, ઈજાગ્રસ્ત એક યુવાનને વાંકાનેર અને પછી રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ ગયેલ છે…

જાણવા મળ્યા મુજબ હાલ સનરાઇઝ સ્ટીલ કારખાનાની કોલોનીમાં, સમઢીયાળા ગામ જતા રસ્તે તા: વાંકાનેર મુળ રહે. સોનારી/ગાઉડી કુંભારકા મહોલા તહ, મોલાસર જી.ડીડવાણા રાજસ્થાન વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા: ૨૭/૧૦/૨૦૨૫ ના મોટર સાયકલ રજી નંબર.GJ-36-AB-7681 વાળુ લઈને હું અને સુનીલ મનીરામ બીશ્નોઇ રાત્રીના અગ્યારેક વાગ્યાના સુમારે

ગારીડા ગામ પાસે હાઈવે રોડ પર પહોંચતા પાછળથી એક ડમ્પર રજી નંબર GJ-12-BY-9354 ના ચાલકે ડમ્પર પુરઝડપે ચલાવી અમારી બાજુમાં કાવુ મારતા મોટર સાયકલ ડમ્પરના પાછળના જોટા સાથે અથડાતા હું તથા સુનીલ બાઇકમાંથી નીચે પડી ગયેલ અને ડમ્પરના પાછળના ભાગનો ટાયરનો જોટો સુનીલના પગ પર ચડી ગયેલ અને ડમ્પરનો ચાલક પોતાનું ડમ્પર ત્યાં મુકીને ભાગી ગયેલ હોય અને મને પણ ઇજા થયેલ હોય આ વખતે આજુબાજુના માણસો ભેગા થઇ ગયેલ, ૧૦૮ એમ્બયુલન્સમાં બન્નેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે

સારવાર માટે લાવતા મને માથાના ભાગે ઇજા થયેલ હોય પાટો બાંધેલ અને સુનીલ મુનીરામ બિશ્નોઈને શરીરે તેમજ પગના ભાગે વધુ ઇજાઓ થયેલ હોય તેને રાજકોટ રીફર કરતા વધુ સારવાર માટે લઇ ગયેલ અને બાદ સુનીલને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર સારવારમાં દાખલ કરેલ છે. પોલીસખાતાએ ગુન્હો બી.એન,એસ કલમ ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી), તથા એમ વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!