વાંકાનેર તાલુકાના રાતીદેવરી જડેશ્વર રોડ ઉપરથી રાતીદેવરી ગામે રહેતા અને ખેતી કામ કરતા ઈરફાનભાઇ ઉસ્માનભાઈ બાદી જાતે મોમીન (૩૭) પોતાનું ટ્રેક્ટર નંબર જીજે ૧૩ બી ૨૨૮૮ લઈને જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૦૬૭ ના ચાલકે તેઓના ટ્રેક્ટરને ટક્કર મારી હતી, જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો.


તેમાં વાહનમાં નુકસાન થયું હતું, જેથી કરીને ઈરફાનભાઇ બાદી દ્વારા હાલમાં ડમ્પર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
