વાંકાનેર: ચૈત્રી આઠમે ચાર મિત્રો માટેલ દર્શન કરી પરત ફરતા ડમ્પર હડફેટે અકસ્માત થતા એક યુવાનનું મોત અને એક યુવાનને ઇજા થઇ છે.
આ કરુણ બનાવ અંગે મળેલ માહિતી મુજબ ફરિયાદી રાજેશભાઇ હીરાભાઇ પરમાર જાતે અનુ.જાતિ (ઉ.વ.૧૮) રહે. વાલ્મીકીવાસ શેરી નં.૭ વજેપરની બાજુમાં સબ જેલ સામે મોરબી વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે
ચૈત્રી આઠમના પોતે તથા તેમના મિત્ર રોહીત વિપુલભાઈ ઝાલા, રોહન કાંતિભાઈ નઇયા અને વરૂણ ઉર્ફે મિતુ રાજુભાઈ વાઘેલા એમ ચારેય જણા માટેલ ખોડીયાર માતાજીના દર્શન કરી મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એએ-૭૨૯૯ લઈને ઘરે પરત ફરતી વખતે આશરે અઢી વાગ્યાના અરસામાં વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઈલ્સના નવા બનતા શોરૂમ સામે પહોંચેલ ત્યારે મોરબી તરફથી આવતા ડમ્પર ચાલકે
ફુલસ્પીડમાં એકદમ ડીવાઇડર બ્રેકમાંથી રોંગ સાઇડમાં લેતા મોટર સાયકલ ડમ્પરના પાછળના વ્હીલમાં અથડાયેલ અને પાછળ બેઠેલા રોહીત વ્હીલ નીચે આવી ગયેલ ડમ્પરનો ચાલક નાસી ગયેલ. ૧૦૮ એમ્બ્યુલન્સ આવી જતા રોહીતને ડોક્ટર પાસે લઇ જતા મરણ જાહેર કરેલ. જયારે મોટર સાયકલ ચાલકને ડાબા ખભામાં ગંભીર ઈજા થયેલ હોઈ સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે લઈ આવેલ અને
ફરિયાદીના મામા રવીભાઈ મહેશભાઈ વાણીયા તથા વીકીભાઈ મહેશભાઈ વાણીયા પણ આવી ગયેલ. વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે રીફર કરેલ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો