કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ડમ્પરે રીક્ષાને ટક્કર મારી: બે મહિલાને ઇજા

વાંકાનેર: હસનપર જાલી ચોકડી પાસેથી પસાર થતી રીક્ષાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બે મુસાફર મહિલાઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધેલ છે….

જાણવા મળતી માહિતી મુજબ થાનના આંબેડકરનગર-2 માં રહેતા મંજુબેન ભીખાભાઈ પારધી (55)એ અજાણ્યા ડમ્પર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ તથા દાનીબેન રિક્ષામાં બેસીને થાનથી વાંકાનેર તરફ આવી રહ્યા હતા ત્યારે વાંકાનેરની હસનપર જાલી ચોકડી પાસે તેઓની રીક્ષાને અજાણ્યા ડમ્પર ચાલકે રીક્ષામાં પાછળના ભાગે ડમ્પર

અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને બંને પગમાં નળાના ભાગે ફેક્ચર તેમજ દાનીબેનને ડાબા પગની પેનીમાં ઇજાઓ થયેલ હતી જેથી બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આધેડ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!