ઓળના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
વાંકાનેર: જીનપરા જકાત નાકા પાસે એક ડમ્પર અને ફોર વ્હીલનું એકસીડન્ટ થયેલ હતું, ડમ્પરનો ચાલક નશો કરેલી હાલતમાં હોઈ અને ઓળના એક શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવતા કાયદેસર કાર્યવાહી પોલીસ ખાતા તરફથી કરવામાં આવી છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અનાર્મ પો.કોન્સ ધનશ્યામભાઈ નાગજીભાઇ એ ફરિયાદમાં લખાવેલ છે કે કલાક ૨૩/૨૦ વાગ્યે પી.એસ.ઓશ્રી એ વર્ધી આપેલ કે વાંકાનેર ને.હાઈવે જીનપરા જકાત નાકા પાસે એક ડમ્પર અને ફોર વ્હીલનું એકસીડન્ટ થયેલ છે અને ડ્રાઇવર પીધેલ હાલતમાં પો. સ્ટેશને લાવેલ છે તેવી વર્ધી આપતા પી.એસ.ઓશ્રી ના ટેબલ પાસે એક ઇસમ હાજર હોય જેથી પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ઇમરાનભાઇ અબ્દુલભાઈ સોતા કચ્છી (ઉવ.૩૨) ધંધો ડ્રાઈવીગ રહે. નવી નવલખી (વવાણીયા ) તા.માળીયા જી મોરબી વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ મજકુર પાસેથી કેફી પ્રવાહી પીધેલ વાસ આવતી હોય જેથી મજકુર ઇસમે ડમ્પર ગાડી રજી નંબર – જી.જે.૦૫. બી.વી.૧૨૬૭ નું ચલાવી નીકળતા પકડાયેલ હોય પ્રોહી. કલમ ૬૬(૧) તથા એમ.વી.એકટ કલમ ૧૮૫ મુજબનો ગુનો નોંધી ડમ્પર ગાડી ની કી. રૂા. ૮૦૦૦૦૦/- ગણી કબજે કરવામા આવેલ છે…


ઓળના શખ્સ પાસેથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
વાંકાનેર તાલુકાના ઓળના રહીશ વિરજીભાઈ ઉર્ફે ભુરો શંભુભાઈ અબાસણીયા સામે ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના બીયર ટીન નંગ-૩૦ કિ રૂ.૩૭૫૦/-તથા વિદેશી દારૂના પ્લા.ના ચપલા નંગ-૧૨ કિ રૂ. ૧૨૦૦/- આમ કુલ કિ રૂ.૪૯૫૦/- નો મુદ્દામાગલ પોતાના કબ્જા ભોગવટા વાળી જોરિયા વાળા રસ્તે આવેલ વાડીમાં શેઢા પાસે રાખી રેઈડ દરમ્યા ન હાજર મળી આવતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) મુજબ નોંધાયેલ છે….

