પાંચ જણાએ ગારીડા પાસે પાઇપ-ધોકાથી માર માર્યો
ડમ્પર વાળાએ એક્સિડન્ટ કરતાં ગામના રોડ ઉપર ડમ્પર ચલાવવાની ના પાડેલી
વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે ત્રણેક દિવસ અગાઉ ગામના રોડ પર ડમ્પર વાળાએ એક્સિડન્ટ કરતાં ગામના રોડ ઉપર ડમ્પર ચલાવવાની ના પાડેલી અને બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ડમ્પર માલિક મળી ચાર માણસોએ ગારીડા પાસે રીક્ષામાંથી ઉતારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે માર મારવાની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ સહકારી મંડળી વાળી શેરી મેસરીયા ખાતે રહેતા વિવેકભાઈ વિનુભાઈ કેશાભાઈ ભુસડિયા (ઉ.વ ૨૦) એ ફરિયાદમાં લખાવેલ છે કે આજથી ત્રણેક દિવસ અગાઉ બપોરના અમારા ગામમાં સહકારી મંડળી પાસે મારા નાની સમજુબેન વાડીએ જતા હતા ત્યારે રોડ ઉપર ડમ્પર વાળાએ એકસીડન્ટ કરેલ હોય અને સામાન્ય મૂઢ ઈજા થયેલ હોય ત્યારે આજુબાજુના ગામના માણસો ભેગા થઈ ગયેલ હતા અને 
ત્યારબાદ અમારા ગામમાંથી ડમ્પર ચલાવવાની ના પાડેલો હોય અને સાંજના સમયે લોમકુભાઈનું ડમ્પર નીકળતા અમોએ તેમનું ડમ્પર રોકેલું તો આ લોમકુભાઈ સાથે બોલાચાલી થયેલી અને મારા પિતાને ધક્કો મારતા મેં તેમને કહેલ કે ‘ધક્કો નહીં મારવાનો- મોઢેથી વાત કરો’ તેમ કહેતા લોમકુભાઈએ કહેલ કે ‘તારામાં બહુ પાવર છે’ અને બાદ અમે બધા છૂટા પડી ગયા હતા અને આજ ૧૭/૧૨/૨૦૨૫ ના બપોરના હું તથા મારો ભાઈ કાનો રિક્ષામાં બેસી મોરબી પગાર લેવા જતા હતા અને બારેક વાગ્યે ગારીડા ગામ પાસે ગાત્રાળ હોટલ પાસે પહોંચતા

ત્યાં એક બોલેરો ગાડીમાં કાળુભાઈ કાઠી રહે. મેસરિયા, તથા હરેશભાઈ રહે. રંગપર વાળા તથા દોલુભાઈ તથા એક અજાણ્યો ઈસમ લાકડાનો ધોકો- પાઇપ લઈને આવતા મારો ભાઈ ભાગી ગયેલ અને મને આ ચારેય જણા શરીરે આડેધડ લોખંડના પાઈપ તથા લાકડાના ધોકાથી માર મારવા લાગેલ અને મને બંને પગ- હાથમાં તથા જમણા હાથની આંગળીઓમાં ઈજા થયેલ હોય અને આ લોકો મને માર મારી જતા રહેલા હતા અને ત્યાં મારા જયરાજ મામા તથા ઘસા કાકા તથા મારો ભાઈ કાનાભાઈ બધા આવી ગયેલ અને બાદ મને એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે મોરબી રીફર સરકારી હોસ્પિટલે દાખલ કરેલ છે.
પોલીસખાતાએ (1) લોમકુભાઇ કાઠી રહે. મેસરીયા (2) કાળુભાઈ કાઠી રહે. મેસરીયા (3) હરેશભાઈ રહે. રંગપર (4) દોલુભાઈ તથા (5) એક અજાણ્યા ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ નીકલમ ૧૧૫(૨), ૧૧૮(૧),૫૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હામાં એકબીજાને મદદગારી કરી મ્હે. જીલા મેજી સા.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….

