3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા
વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી.
આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો ધારાસભ્યો અને સંસદ સભ્યો માટે આ લાયકાત કેમ રખાતી નથી? હાલની ગુજરાત સરકારના ઘણા ધારાસભ્યો 10 મુ પાસ પણ નથી.
ઉલ્લેખનીય છે કે 3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જો કે ભાજપ પક્ષે ગુજરાતમાં બેરોજગારી ઘટી હોવાનો દાવો કરેલો છે.