બ્રેકીંગ ન્યુઝ
મળતી માહિતી મુજબ ગુજરાતના કચ્છમાં એક તરફ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. જેના પગલે સમગ્ર તંત્ર હાલ વાવાઝોડા સામે ઝઝુમવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે, જેના પર હાલ સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર છે, જોકે કચ્છ 2001 ના ભૂકંપને ભુલ્યુ નથી, ત્યાં ફરી એકવાર ભૂકંપના ઝટકા લાબા સમયથી અનુભવાઇ રહ્યા હતા.
આજે બપોરના સમયે 3.2 ની તિવ્રતાનો ધરતી કંપ નોંધાયો હતો. ભચાઉથી 5 કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર નોંધાયું હતું. હાલ સમગ્ર તંત્ર એલર્ટ પર પણ છે. જો કે હજી સુધી કોઇ જાન માલના નુકસાન અંગેના સમાચાર પ્રાપ્ત નથી થયા.