કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું
અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાત જાણે એમ છે કે, આજે વહેલી સવારે સૌરાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી હતી. પ્રાથમિક વિગતો મુજબ ભાવનગર જિલ્લામાં વહેલી સવારે 4.12 વાગ્યે હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.




આજે વહેલી સવારે 4.12 વાગ્યે ભાવનગર જિલ્લાના ઘોઘા, તળાજા, પાલીતાણા, સિહોરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે અનુભવાયેલ ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 30 કિમી દૂર નોંધાયું છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
