વાલાસણ, પીપળીયા રાજ અને અરણીટીંબામાં અનુભૂતિ
વાંકાનેર: ગત્ર રાત્રે વાંકાનેર તાલુકામાં એક પછી એક એમ આશરે દશેક વખત ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો, જેમને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા…
મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ, વાલાસણ વિસ્તારમાં ગત રાત્રે આશરે 9:30 વાગ્યાની આસપાસ એક પછી એમ દસેક વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ આંચકાઓ ઓછી તીવ્રતા વાળો અને ઓછા સમયના હતા. પરંતુ લોકોને કહેવા મુજબ એક પછી એક એમ દસેક આંચકા આવતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ગભરાટ ફેલાયો હતો. આ ભૂકંપના આંચકા વાલાસણ પીપળીયા રાજ અને અરણીટીંબામાં અનુભવાયાની માહિતી છે અન્ય જગ્યાએ આંચકાની કોઈ માહિતી મળેલ નથી. કોઈ જગયાએ નુકશાની થયાના પણ સમાચાર નથી…