દીકરીને તેડવા જતા પિતા-પુત્રને રોંગ સાઈડમાં આવતી ઇકો કારે હડફેટે લીધા
ભીમગુડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: આથો-લિટર બે પકડાયા, એકની શોધખોળ
વાંકાનેરમાં સ્વામી વિવેકાનંદના પુતળા નજીક દીકરીને તેડવા જતા પિતા-પુત્રને રોંગ સાઈડમાં આવતી ઇકો કારે હડફેટે લેતા ઈજા પહોચી હતી, જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરની એકતા સોસાયટીમાં રહેતા અમાનભાઈ અકીલભાઈ ડંડીયા જાતે ખલીફા મુસ્લિમ (૨૪) રહે. એકતા સોસાયટીવાળાએ વાંકાનેર સીટી પોલીસમાં ગઈ કાલે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ ના રોજ બપોરના સુમારે તેના પિતા અકીલભાઈ સાથે તેનું મોટર સાઈકલ લઈને દીકરીને તેડવા માટે જ્ઞાનગંગા સ્કૂલે જતા
સ્વામી વિવેકાનંદના પુતળા નજીક પહોચતા કોલેજ તરફથી રોંગ સાઈડમાં આવતી ઇકો કાર જીજે 32 બી ૩૭૬૮ ના ચાલકે અમાનભાઈના મોટર સાઈકલ સાથે ભટકાડતા અમાનભાઈ અને તેના પિતા અકીલભાઈ મોટર સાઈકલમાંથી પડી જતા ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભીમગુડામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં રામદેવપીરના મંદિર પાસે ભાવેશભાઈ મસાભાઈ વિજવાડિયાની વાડી આવેલ છે, જેની બાજુમાં ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી, ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો તેમજ
૫૦ લિટર તૈયાર દેશી દારૂ, ભઠ્ઠીના અન્ય સાધનો તેમજ એક બાઈક આમ કુલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૩૫,૨૫૦ની કિંમતના મુદ્દામાલ સાથે વિપુલભાઈ ગોવિંદભાઈ ડાભી જાતે ભરવાડ (૨૧) રહે. વીરપર તાલુકો વાંકાનેર તેમજ ભાવેશભાઈ મસાભાઈ વિજવાડીયા જાતે કોળી (૨૬) રહે. ભીમગુડા વાળાની ધરપકડ કરેલ છે. તેની પાસેથી મહાદેવભાઇ સેલાભાઈ કુકવાવા જાતે કોળી રહે. વીરપર તાલુકો વાંકાનેરવાળાનું નામ સામે આવ્યું હોય તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.