વાંકાનેર: વિઠલપર ગામના પાટિયા પાસેથી ઈકો કાર કેફી પીણું પીધેલ હાલતમાં ચલાવતા અને તેની સાથે બેઠેલાએ પણ કેફી પીણું પીધેલ હોઈ પોલીસ કાર્યવાહી થઇ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના દલસુખભાઈ ભગાભાઈ વાઘેલા (ઉ.25) વિઠલપર ગામના પાટિયા પાસે ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં ઈકો કાર રજી.નંબર GJ-13-CB-1611 વાળીમાં બેસી નીકળી મળી આવતા ગુન્હો દાખલ થયો છે…
મુળી તાલુકાના રામપરના મુના શંભુભાઈ જખાણીયા (ઉ.21) વિઠલપર ગામના પાટિયા પાસે ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પીણું પીધેલ હાલતમાં ઈકો કાર રજી.નંબર GJ-13-CB-1611 વાળી ચલાવતા ગુન્હો દાખલ થયો છે. અને ઈકો કાર કબ્જે કરી છે અને ગુન્હો પ્રોહિબીશન એક્ટ કલમ ૬૬(૧)બી મુજબ દાખલ થયો છે….