વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઇવે પર ચોટીલાના એક ઇકો ચાલકે પોતાની કાર રોડની સાઈડમાં ઉભી રાખી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યો હોય, જયાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો…..
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક નેશનલ હાઇવે પર એક ઇકો કાર નં. GJ 13 CA 4913 ના ચાલાક વિજયભાઈ રાજુભાઈ સરવૈયા (ઉ.વ. ૨૪, રહે. પોપટપરા, કનૈયા હોટલની સામે, ચોટીલા) એ કોઈ અગમ્ય કારણોસર નેશનલ હાઇવે પર સાઈડમાં ઇકો કાર પાર્ક કરી ઝેરી દવા ગટગટાવી લેતા, તેને તાત્કાલિક સારવાર અર્થે કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….