બેરીકેટ ટોલનાકાના મહિલા કર્મચારીને વાગતા ઇજા
વાંકાનેર: વઘાસીયા ટોલનાકે મોરબી બાજુથી આવતો એક ઈકો કાર ચાલક ઉભો રહ્યા વગર ફુલ સ્પીડથી પસાર થયેલ અને ટોલનાકાનું બૂમ બેરીકેટ સાથે કાર ભટકાતા તે બુમ બેરીકેટ જોરથી ટોલનાકાના મહિલા કર્મચારીને માથામાં લાગેલ, જેની ફરિયાદ થઇ છે….
જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર શેરી નં ૦૩ માં રહેતા અને વઘાસીયા ટોલનાકે ટોલ કલેક્ટનું કામ કરતા બંસીબેન મોહનભાઈ પરમાર (ઉ.વ. ૩૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે પરીવારમાં ચાર બહેનો અને બે ભાઈ છીએ, ગઈ તા.૦૫/૦૫/૨૦૨૫ ના રોજ હું મારી નોકરી પર સવારના આઠથી સાંજના ચાર વાગ્યા સુધી વઘાસીયા ટોલનાકા પર હોય અને બપોરના અઢી- ત્રણેક વાગ્યાની આસપાસ ટોલનાકાની લેન નંબર ૦૯ ઉપર ઉભેલ હતી ત્યારે
એક ઈકો કાર રજી નં GJ-03-LG -5247 વાળી મોરબી તરફથી આવેલ અને ઈકો કાર ચાલક ઉભો રહ્યા વગર ફુલ સ્પીડથી પસાર થયેલ અને ટોલનાકાનું બૂમ બેરીકેટ સાથે કાર ભટકાતા તે બુમ બેરીકેટ જોરથી મારી સાથે ભટકાડેલ અને માથામાં જમણી બાજુ લાગેલ અને આ ઈકો કાર ચાલક ત્યાંથી પસાર થઈ જતો રહેલ અને ઉભો રહેલ નહી. હું બેભાન થઈ ગયેલ અને ટોલનાકાની એમ્બુલન્સ મને ત્યાંથી વાંકાનેર સરકારીદ દવાખાને લઈ ગયેલ, ત્યાંથી ટોલ નાકાના કર્મચારી સીટી સ્કેન માટે આયુશ હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને
સીટી સ્કેનનો રીપોર્ટ આવતા સરકારી દવાખાને રીપોર્ટ બતાવી મને એમ્બુલન્સમાં પાછી ટોલનાકે ઉતારેલ અને મને મારા ભાઈ અભયભાઈની ઈકો ગાડીમાં ઘરે મકનસર લઈ ગયેલ. આજ હું વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ લખાવવા માટે મારા મામા લવજીભાઈ લાલજીભાઇ અંબાલીયા, મારા બનેવી કેતનભાઈ જગદીશભાઈ ચાવડા તથા મારી બહેન જમનાબેન કેતનભાઈ સાથે આવેલ છું, પોલીસ ખાતાએ ઈકો કાર ચાલક વિરુધ્ધમાં ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરેલ છે….