કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

શિક્ષણ વિભાગનો રાજ્યોને નિર્દેશઃ છ વર્ષના બાળકને મળશે પહેલામાં પ્રવેશ

કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તે સ્કૂલમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે વિદ્યાર્થીની ઉંમર ઓછામાં ઓછા છ વર્ષ કે તેના કરતા વધારે હોય તો જ તેને પ્રવેશ આપાવમાં આવે. 
નવી શિક્ષણ નીતિ અનુસાર સરકારે શિક્ષણ પદ્ધતિમાં પોલિસી લેવલ પર બદલાવ કર્યો છે. એનઈપીમાં આંગણવાડી અને પ્રાથમિક સ્કૂલોની ભૂમિકા સ્પષ્ટ કરી છે. જેમાં પહેલા ધોરણમાં પ્રવેશની ઉંમર છ વર્ષ રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.  નવી નીતિ દેશભરમાં લાગુ થાય તે માટે શિક્ષણ વિભાગ સમયાંતરે અલગ અલગ નિર્દેશ આપે છે. બુધવારે અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે દરેક રાજ્યને સૂચિત કરવામા આવ્યું છે કે પહેલા ધોરણમાં પ્રવેશની વયમર્યાદા છ વર્ષ હોવી જોઈએ. નવી નીતિ અનુસાર મૂળભૂત રીતે તમામ બાળકો 3થી 8 વર્ષની વચ્ચે બાળકને પાંચ વર્ષ શીખવાની તક મળવી જોઈએ. જેમા ત્રણ વર્ષની પ્રિ-સ્કૂલ અને તે બાદ પહેલું  અને બીજું ધોરણ હોવું જોઈએ. 
ગુજરાત સરકારે આ નીતિના અમલની જાહેરાત પણ કરી હતી. જોકે માતા-પિતાએ આનો વિરોધ કર્યો હતો. 

Content Copying Forbidden !!

error: Content is protected !!