કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડીડીઓએ નિવેદન લીધા બાદ શિક્ષણ અધિકારી રજા પર !

દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી જતા અનેક તર્કવિતર્ક: તપાસ સમિતિએ ૧૩ લોકોને નિવેદન માટે બોલાવેલા

વાંકાનેર તાલુકામાં શિષ્યવૃત્તિ સહિતની લાખોની રકમ ચાઉં કરી જવાના પ્રકરણમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ગાંધીનગરથી આદેશ છુટ્યા બાદ ડીડીઓના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી હોય જેમાં ૧૩ લોકોને નિવેદન આપવા બોલાવવામાં આવ્યા હતા, જે નિવેદન નોંધાયા બાદ તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રજા પર ઉતરી જતા તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.

વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગનું ૮૦ લાખની રકમનું કોભાંડ પ્રકાશમાં આવ્યું હતું અને સમગ્ર મામલો ગાંધીનગર કમિશ્નર પ્રાથમિક શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હોય અને પ્રવાસી શિક્ષકોની ગ્રાન્ટ સહિતના મુદે ફોજદારી ફરિયાદ કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ગાંધીનગરથી સૂચનાઓ મળતા જીલ્લા વિકાસ અધિકારીના વડપણ હેઠળ કમિટી બનાવવામાં આવી છે, જે સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. કમિટીએ મંગળવારે પ્રકરણ સાથે સંડોવાયેલા ૧૩ લોકોના નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા.

વાહન પકડાવવા બાબતમાં રાજાવડલાના શખા પર હુમલો

જે નિવેદન નોધાવ્યા બાદ તત્કાલીન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશ ગરચર રજા પર ઉતરી ગયાની માહિતી મળી રહી છે, જે બાબતને મોરબી જીલ્લા શિક્ષણાધિકારી અંબારીયાએ પણ સમર્થન આપ્યું હતું અને દિનેશભાઈ ગરચર ૧૫ દિવસની રજા પર ઉતરી ગયા હોવાનો સ્વીકાર કર્યો હતો.  ૧૫ દિવસની રજા ક્યાં કારણોસર રાખવામાં આવી તે કારણ દર્શાવ્યું નથી, તો ગઈકાલે નિવેદન માટે હાજર થયા બાદ ઓચિંતી ૧૫ દિવસની રજા પર ઉતરી જતા તરેહ તરેહની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!