ગેલેક્સી હોલ, ચંદ્રપુર, વાંકાનેર ખાતે સફળ આયોજન સંપન્ન
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરી તથા ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ – 2025ના સુવર્ણ અવસરે શૈક્ષણિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. ગેલેક્સી સ્કૂલ – ચંદ્રપુરના વિદ્યાર્થીઓ દ્વારા સહકાર સંલગ્ન ચિત્ર સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેના માધ્યમથી વિદ્યાર્થીઓએ સહકારની ભાવનાને સર્જનાત્મક રીતે રજૂ કરી હતી

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા માનનીય શકીલએહમદ પીરઝાદા સાહેબે સહકારની ભાવના અને તેના વ્યાપકતા વિષે ઉદબોધન આપ્યું. સાથે સાથે શ્રી હરદેવસિંહ જાડેજા સાહેબ (પ્રમુખ, ખરીદ-વેચાણ સંઘ, વાંકાનેર) તથા ઈરફાન પીરઝાદા (ડિરેક્ટર, GCCSL) એ પણ પ્રસંગને અનુરૂપ વક્તવ્યો આપીને સહકારી ચળવળના મહત્વ પર પ્રકાશ ફેંક્યો.

વાંકાનેર તાલુકાની તમામ સહકારી સંસ્થાઓના આગેવાનો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે સહકારના ભાવને વધુ ગાઢ બનાવે છે. કાર્યક્રમના અંતે મોરબી જિલ્લા રજીસ્ટાર કચેરીના શ્રી ઉત્તનભાઈ સોમપુરા તથા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ.એન.બાદી સાહેબે ઉપસ્થિત સૌનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમ એક ઉમદા પ્રયાસ છે — જેનાથી સહકારના સિદ્ધાંતોને આગામી પેઢી સુધી સાર્થક રીતે પહોંચાડવામાં આવ્યા હતા…








