જિલ્લા અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત
20 હેક્ટરમાં કારખાનાના પ્રદુષણથી નુકશાની થઇ હોવાની ખેડૂતોની માન્યતા
વાંકાનેર તાલુકાના ભલગામના ગઈ કાલે રફીક સાવદી ભોરણીયા અને બીજા ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરી છે કે ગામના સીમ સર્વે નંબર 80 પૈકી 1 અને 2 માં કપાસ નવાબ નામના બિયારણનું વાવેતર કરેલ છે,
જેમાં ન સમજાય તેવો રોગ આવેલ છે. આ વિસ્તારમાં જમીનની આજુબાજુમાં ચારેક જેટલા મોટા કારખાના આવેલ છે. જેના પ્રદુષણના કારણે પણ આ રોગ આવ્યો હોઈ શકે.
આ બાબતે નિષ્ણાતો દ્વારા તપાસ કરાવી નુકશાનીમાંથી કેવી રીતે બચી શકાય, એ માટે માર્ગદર્શન માંગવામાં આવેલ છે. જરૂરી ડોક્યુમેન્ટ સાથે આ અરજીની નકલ કલેકટરશ્રી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તથા વાંકાનેર ખેતીવાડી અધિકારીને પણ મોકલાઈ છે. આ બાબતે ઊંડી તપાસ કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે, તેવી ખેડૂતોની લાગણી છે.