ઝાડવાને પાણી પાતા ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાતા મરણ
વાંકાનેર: તાલુકાના ગારીડા અને મહીકા વચ્ચે ઝાડવાને પાણી પાતા ટ્રક ટેકર સાથે આઇશર ગાડી ભટકાડતા આઇશરના ચાલકનું મરણ નીપજેલ છે….
જાણવા મળ્યા મુજબ ડ્રાઇવિંગ કરતા અને રહે. હાલ પરશુરામ પોટરી પટેલવાડીની સામેની શેરી વાંકાનેર મુળ રહે. ભાતેલ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા વાળા જીતેન્દ્રસિંહ માનસિંહ જાડેજા (ઉ.વ.૪૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૧૦/૦૪/૨૦૨૫ ના રોજ સવારના હુ વધાસીયા ટોલટેક્ષ ખાતે ટ્રક ટેકર લઈ ગારીડા ગામથી વાંકાનેર તરફ ડિવાઇડરમાં આવેલ ઝાડવાઓને ચાલુ વાહને પાણી પાતો હોય જે દરમ્યાન અચાનક મારા ટ્રક ટેન્કર રજી નંબર.GJ-12-BY-904 79047 વાળાના પાછળથી આઇશર ગાડી GJ-01-DU-1597 ના ચાલકે
ભટકાડેલ હોય તેના આગળના બમ્પરનો ભાગ મારા ટ્રક ટેન્કરના પાછળના ભાગે બમ્પરમા સલવાઇ ગયેલ હોય અને આ આઇશરનો કેબીનનો ભાગ આખો છુંદાઈ ગયેલ હોય અને તેનો ડ્રાઇવર કેબીનમા ફસાઇ ગયેલ હોય તેને શરીરે તથા બન્ને પગમાં ઇજાઓ થયેલ હોય જેથી આ બાબતેની મે અમારા સુપરવાઇઝર સતીષબાબુને જાણ કરેલ આ વખતે ૧૦૮ એમ્બયુલન્સ આવી જતા આજુબાજુના માણસોએ આઇશર ગાડીના ચાલકને કેબીનમાથી બહાર કાઢેલ અને તેને ૧૦૮ એમ્બયુલન્સમા સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ લઇ ગયેલ આ આઇસર ગાડીના ચાલકનુ નામ વિપુલભાઈ સરવણભાઇ રાઠોડ રહે.જસદણ તા.જસદણ જી.રાજકોટ વાળો હોય અને તેને વાંકાનરે સરકારી હોસ્પિટલ ખાતે પ્રા.સારવાર આપી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ હોય અને ત્યાં સારવાર દરમ્યાન તા.૧૪/૦૪/૨૦૨૫ ના રોજ મરણ ગયેલ હોવાનુ મે જાણેલ હોય ફરિયાદ થયેલ છે….