વાંકાનેર: દુનિયાભરમાં ૧૫૦૦ મો જો ઈદે મિલાદુન્નબી (સ.અ.વ) ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મુક્કદ્સ પ્રસંગે ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા (રહે.)-ચંદ્રપુર દરગાહ શરીફ મુકામે સજ્જાદાનશીન અલ્હાજ હજરત પીર સૈયદ વિજારતહુસૈન બાવાસાહબના હુકમથી વિશેષ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં, વલી અહદ અલ્હાજ હઝરત અલ્લામા સૈયદ અલીનવાઝ બાવા સાહબ (મોમીનશાહ બાવાસાહબ સાલિસ) શાનદાર તકરીર ફરમાવશે (ઈન્શાઅલ્લાહ).

આ કાર્યક્રમમાં હુઝુર સરવરે કાયનાત(સ.અ.વ)ના બાલ મુબારકની ઝીયારત કરવામાં આવશે. તમામ અકીદતમંદો, આશિકો અને મુરિદોને કાર્યક્રમમાં હાજરી આપવા ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહબાવા (રહે.) તરફથી ખાસ દાવત આપવામાં આવે છે.
નોધ :- કાર્યક્રમ બાદ બાવા સાહબ તરફથી ન્યાજની વ્યવસ્થા કરેલ છે.
તારીખ: 04/09/2025 ગુરુવાર 12 રબ્બીઉલ અવ્વલ 1447
સમય: ગુરુવાર, બાદ નમાજે ઈશા
સ્થળ: ખાનકાહે મોમીનશાહ બાવા (રહે,) ચંદ્રપુર દરગાહ શરીફ
