વાંકાનેર: ત્રીસ રોઝા પૂરા થયા બાદ વાંકાનેરમાં આજે સવારે ઇદગાહ મસ્જીદ ખાતે કસ્બા મસ્જીદના મૌલાના અબ્દુલકરીમે ઇદની નમાઝ અદા કરાવેલ હતી.














તેઓએ ખુત્બા (પ્રવચન) માં કોમી એકતાની હાકલ કરી હતી. ઝુલુસ ગ્રીનચોક મદિના મસ્જીદેથી મોલાના મકબુલ હુશેન અને હાજી અબ્દુલગફારભાઇ તથા મહંમદભાઇ રાઠોડની આગેવાનીમાં પ્રસ્થાન પામી પ્રતાપ રોડથી માર્કેટ ચોકથી દિવાનપરા ઇદ મસ્જીદે પહોંચેલ અને મુસ્લિમોએ ઇદની નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ ઇદ મસ્જીદેથી ઇદનું ઝુલુસ મોલાના અબ્દુલકરીમ, મૌલાના મકબુલ હુશેન તેમજ ગુલામ હુશેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય જાવીદ પીરઝાદાએ હાજર રહી આ ઝુલુસ માર્કેટ ચોકથી ચાવડીચોકથી ગ્રીનચોકમાં વિસર્જન થયેલ હતુ.







શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવેલ હતો. આવતી કાલે સવારે ૧૦ વાગ્યે હઝરત શાહબાવા (રહે.) ના ઉર્ષ પ્રસંગે રસાલા રોડથી એક શાનદાર ઝુલુસ શાહબાવા ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવશે, જે ઝુલુસ ગ્રીનચોકથી ચાવડીચોક, હરીદાસ રોડ થઇ માર્કેટ ચોકથી પ્રતાપચોક થી રામચોકમાં સ્થિત હઝરત શાહબાવા દરગાહ શરીફે ચાદર ચઢાવી, સલાતો સલામ બાદ ત્યાં આમ ન્યાજ (પ્રસાદ) બાંટવામાં આવશે તો આ પ્રસંગે વાંકાનેર શહેર અને તાલુકાની જાહેર જનતાને આ ઉર્ષ પ્રસંગનો લાભ લેવા જાહેર અપીલ કરાઈ છે



