પીસ્તોલ જેવું હથીયાર બતાવ્યુ
અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે માથાકુટ થયેલ
લોખંડનો પાઇપ, કુહાડી તથા લાકડાના ધોકા જેવા હથીયારોનો ઉપયોગ થયાની ફરિયાદ
આરોપી તરીકે જાલીડા, ભલગામ અને હોલમઢના શખ્સોના નામ
વાંકાનેર: તાલુકાના જાલીડા ગામના એક રબારી શખ્સને અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે માથાકુટ થયેલ હોય જેનો ખાર રાખી હાઇવે રોડ પર પીસ્તોલ જેવું હથીયાર બતાવી ધમકી આપેલ, ફરીયાદી અને એમના ભત્રીજા તથા ભાણેજને લોખંડનો પાઇપ, કુહાડી તથા લાકડાના ધોકા જેવા હથીયારોથી માર મારી ફેકચર તથા મુંઢ ઈજાઓ પહોંચાડવાની ફરિયાદ થઇ છે આરોપી તરીકે જાલીડા, ભલગામ અને હોલમઢના શાખાઓના નામ આપેલ છે….

જાણવા મળ્યા મુજબ જાલીડાના સાર્દુલભાઈ મેરાભાઈ લોહ (ઉ.વ.૪૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઈ કાલે બપોરના હું હાઇવે તુલસી હોટલ પાસે પહોંચેલ ત્યારે ભુપતભાઈ હાડગરડા તથા તેમનો ડ્રાઇવર વિપુલભાઈ કોળી ઉભેલ હતા, ભુપતભાઇએ મને બોલાવતા તેમની પાસે જતા ભુપતભાઈ સાથે મારે તથા મારા કાકાના દિકરા હિરાભાઈને કારખાનામા ડમ્પર ચલાવવા બાબતે આજથી ચારેક મહિના પહેલા માથાકુટ થયેલ હોય અને તેનું સમાધાન થઇ ગયેલ હોય તેમ છતાં કહેવા લાગેલ કે ‘આગાઉ માથાકુટ થયેલ ત્યારે તને બઉ હવા હતી’ તેમ કહી ભુપતભાઇએ મને પિસ્તોલ જેવુ હથીયાર બતાવી ‘આ સગું નહી થાય આટલી વાર લાગસે’ તેમ કહી રોડ પર પડેલ તેમની ગાડીએ જતા રહેલ અને મારો ભત્રીજો વિજય તથા ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલ બન્ને મોટર સાયકલ લઈને ત્યાંથી નીકળતા મને જોઇ જતા તેઓ મારી પાસે આવેલ,

ભુપતભાઇએ લોખંડના પાઈપથી મને જમણા પગમાં મારતા હું નીચે પડી ગયેલ અને બીજા બધા પણ શરીરે આડેધડ મારવા લાગેલ હતા, આ વખતે વિપુલભાઇ કોળીએ મારા ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલને લોખંડનો પાઇપ ડાબા પગમાં અને જગમાલભાઈ હાડગરડાએ કુહાડી મારા ભત્રીજા વિજયભાઇને માથામાં મારતા તે નીચે પડી ગયેલ, આ બધા મને તથા મારા ભત્રીજા વિજય તથા ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલને લોખંડના પાઇપ તથા લાકડાના ધોકાથી આડેધડ મારતા હોય મારો ભત્રીજો વિજય બેભાન થઈ જતા બાદમાં આ બધા ત્યાંથી ભાગીને જતા રહેલ હતા 

પછી મેં મારા કાકાના દિકરા મહેશભાઇ લોહને જાણ કરતા મારો ભત્રીજો વિનુભાઈ કાળાભાઇ લોહ તથા માલુભાઈ કચરાભાઇ સામળ ગાડીઓ લઇને આવી ગયેલ અને બાદ તેઓ અમને વાંકાનેર ખાનગી દવાખાને લઇ આવેલ, પોલીસ ખાતાએ (1) ભુપતભાઈ ઘુસાભાઈ હાડગરડા રહે. જાલીડા (2) જગમાલભાઈ હાડગરડા (3) જીવણભાઈ નારૂભાઈ હાડગરડા (4) જગાભાઈ ગોવિંદભાઇ સુસરા રહે. ભલગામ (5) વિપુલભાઈ કોળી રહે. હોલગઢ અને (6) ત્રણ અજાણ્યા ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ – ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૧૮૯(૨), ૧૯૧(૨)(૩), ૩૫૨,૩૫૧(૨), જી.પી.એક્ટ કલમ ૧૩૫ અને મહે. જીલ્લા મેજી.શ્રી મોરબી ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ સબબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
