રૂપીયા ૪૦,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર: આણંદપર ગામે રામદેવપીરના મંદીર પાસે જાહેર શેરીમાં જુગાર રમતા આઠ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે….
વાંકાનેર: આણંદપર ગામે રામદેવપીરના મંદીર પાસે જાહેર શેરીમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા (1) હેમંતભાઈ ધરમશીભાઇ કુકવાવા (ઉ.વ. 42)
(2) વિષ્ણુભાઈ હરજીભાઇ કાંજીયા (ઉ.વ.25) (3) વીપુલભાઈ ભાણજીભાઈ કેરવાડીયા (ઉ.વ.24) (4) મહેશભાઈ લાલજીભાઈ કેરવાડીયા (ઉ.વ.29) (5) દીનેશભાઈ બીજલભાઈ કાંજીયા (ઉ.વ.29) (6) નીલેશભાઈ હીરાભાઈ કેરવાડીયા (ઉ.વ.28)
(7) ભરતભાઈ બીજલભાઇ કાંજીયા (ઉ.વ.36) અને (8) દીનેશભાઈ વખતરામ જોષી (ઉ.વ.28) રહેવાસી બધા આણંદપર વાળાને રોકડા રૂપીયા ૪૦,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી જુગારધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે…