વાંકાનેરમાં રહેતા એક વૃદ્ધનો મોરબી હાઇવે પર અકસ્માત થયો છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં રહેતા પ્રીતમ જગુભાઈ ઠોરીયા (78) નામના વૃદ્ધ વિશાલ ફર્નિચર સામે ઉમા મોટર પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો છે, જેમાં તેઓને ઈજા થતા ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબી હોસ્પિટલે લઈ ગયા છે, અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.