ઝેરી જનાવર કરડયું: સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા
ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ પડેલી ક્રેઇન સાથે અથડાતા પગના ભાગે ઇજાઓ પહોંચતા અકસ્માત અંગે ટંકારા પોલીસ મથકમાં ક્રેઇન નંબર જીજે – 12 – સીએમ – 0632ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઝેરી જનાવર કરડયુંમોરબીના ટંકારા ખાતે આવેલ છાપરી નજીક રહેતા પરિવારનો સાત વર્ષનો બાળક આશિષ પ્રકાશભાઈ બારૈયા ઘર પાસે રમતો હતો.ત્યારે તેને કોઈ અજાણ્યુ ઝેરી જનાવર કરડી ગયું હતું.જેથી મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા
મોરબીના ટંકારા તાલુકાના સાવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.બનાવ ટંકારા-લતીપર રોડ ઉપર સાવડી ગામ નજીક બન્યો હતો. જેમાં છોટા હાથી નંબર જીજે 36 વી 5280 રોડની નીચે ઉતરી ગયું હતું.જેથી કરીને તેનો ચાલક શૈલેષભાઇ રઘુભાઈ જોગડીયા (34) રહે.રાજપર તા.જી. મોરબી તેમાં ફસાઈ ગયો હતો.જેથી નીચે ઉતરી ગયેલા વાહનને રોડ ઉપર લાવવા તથા વાહનમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવા માટે જેસીબી ની મદદ લેવામાં આવી હતી.