માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા
વાંકાનેર: માટેલ રોડ ઉપર અમરધામ નજીક રહેતા યુવાનને બાઈક હડફેટે ઇજા થતા સારવારમાં છે અને નસીતપર ગામે વાડીએ રહી મજૂરી કરતા વૃદ્ધને પત્નીએ “તમે રખડો છો” કહેતા આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે…
ટંકારા તાલુકાના નસીતપર ગામે દિનેશભાઈ રાઘવજીભાઈ કુંડારિયાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મંગલસિંહ ભુરલાભાઈ મંડલોઈ ઉ.60 નામના વૃદ્ધ તમાકુની ડબ્બી લેવા મોરબી ગયા હોય અને વાડીએ પરત આવતા મોડું થતા તેમના પત્નીએ “વાડીમાં કામ હોય ત્યારે જ તમે રખડો છો” તેમ કહી બોલાચાલી કરતા મંગલસિંહને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે…
માટેલ રોડ ઉપર અકસ્માતમાં યુવાનને ઇજા
માટેલ રોડ ઉપર અમરધામ નજીક રહેતા ભુપતભાઈ અરમશીભાઈ ઠાકોર નામના ૧૯ વર્ષના યુવાનને માટેલ ચોકડી પાસે કોઈ અજાણ્યા બાઈક સવાર દ્વારા હડકેટ લેવામાં આવતા તેને મોરબીની સિવિલે સારવાર માટે ખસેડાયો છે….