રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
રાજકોટ: વાંકાનેર તાલુકાના ગારીડા ગામે સીડી પરથી પડી જતા ઘવાયેલ એક 65 વર્ષના વૃદ્ધાનું સારવારમાં મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ વૃદ્ધા તા. 29/5/2025 ના સવારે 11:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે સીડી પરથી પડી જતા માથે શરીરે ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેને ચાલુ સારવાર દરમિયાન તા.6/6/2025 ના રોજ રાત્રે ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરેલ.


























મરણ જનાર વૃદ્ધા નામે ધનીબેન વાલજીભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ 65) ના પરિવારજનોએ આ અંગે આપેલ માહિતી મુજબ, ધનીબેન બનાવના દિવસે ઘરે એકલા હતા ત્યારે પહેલા માળની સીડીના પગથિયાં પરથી પડી ગયા હતા. પરિવારના સભ્યોને જાણ થતા તત્કાલ 108 માં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પહેલા માળના પગથિયાં ચડતા હશે ત્યારે ચક્કર આવતા પડી ગયાનું અનુમાન છે. ધનીબેનના પતિ વાલજીભાઇ હયાત નથી. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે…
