અરણીટીંબા સીમમાં સગીરનું ઝેરી દવા પી જતા મૃત્યુ
બે બનાવમાં મારામારીમાં ઈજા
બીજા માળેથી નીચે પટકાતા ઇજા
વાંકાનેર : વિસીપરામાં રહેતા વૃદ્ધને ઉલટી ઉબકા ચાલુ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બીજા બે બનાવમાં મારામારીમાં અને ત્રીજા બનાવમાં ઢુવા નજીક બીજા માળેથી નીચે પટકાતા યુવાનને ઈજાઓ થઇ હતી…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં વિસીપરા વિસ્તારમાં રહેતા રામજીભાઈ જીવણભાઈ ધરજીયા (ઉ.82) નામના વૃદ્ધ ગઈકાલે પોતાના ઘેર હતા ત્યારે સાંજના સમયે અચાનક ઉલટી ઉબકા ચાલુ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
બે બનાવમાં મારામારીમાં ઈજા
ઢુવા નજીક બ્રીજ પાસે મારામારીમાં ઈજા થતા સોનલબેન છોટાલાલ ભરવાડને મોરબી સિવિલે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા, તેઓ મોરબી વાવડી રોડ ખાતે રહે છે,
બીજા બનાવમાં મોરબી-કંડલા બાયપાસ પચ્ચીસ વારીયા નજીક મારામારીમાં ઈજાઓ થતા સમીર ઈકબાલભાઈ કાબરા (ઉ.16) રહે. વાંકાનેરને પણ ઈજાઓ થતા સારવાર માટે મોરબી સિવિલે લઈ જવાયો હતો
બીજા માળેથી નીચે પટકાતા ઇજા
ત્રીજા બનાવમાં વાંકાનેર હાઈવે ઢુવા નજીક સિરામીક યુનીટના લેબર કવાર્ટરમાં બીજા માળેથી નીચે પટકાતા સંજુદાસ ઉમાકાંતદાસ (ઉ.25) નામના યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો…
અરણીટીંબા સીમમાં સગીરનું ઝેરી દવા પી જતા મૃત્યુ
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સીમમાં ગત તા.28-11- 2025ના રોજ ગણેશ લાલસિંહ સરપોટા (ઉ.14) નામના સગીરનું ઝેરી દવા પી જતા પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલ બાદ મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વધુ સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું ઘટનાના ચાર માસ બાદ મધ્યપ્રદેશ પોલીસે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

