હડમતીયામાંથી વીશ હજારનો ‘દેશી’ કબ્જે
ટંકારા તાલુકાના સાવડી ગામે વલોણા વડે છાસ બનાવતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું અને હડમતીયામાંથી વીશ હજારનો દેશી દારૂ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે…

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા જવીબેન માવજીભાઇ દુબરીયા જાતે પટેલ ઉવ. ૬૨વાળાને પોતાના ઘરે ઇલેક્ટ્રીક વલોણા વડે છાસ બનાવતી વખતે ઇલેક્રટ્રીક શોર્ટ લાગતાં વૃદ્ધ મહિલાનુ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

હડમતીયામાંથી વીશ હજારનો ‘દેશી’ કબ્જે
હડમતીયામાંથી ભીમજીભાઈ ધરમસીભાઈ ભરભીડીયા (ઉ.38) રહે. હાલ હડમતીયા રોડ ગોકુલ સીમેન્ટ પ્રોડક્ટ કારખાના પાસે ઝુપડામા તા.ટંકારા મુળ રહે. રતનપર ગાયકવાડી તા. વલભીપુર જી .ભાવનગર વાળા પાસેથી દેશીદારૂ પ લીટરની ક્ષમતા વાળી પ્લાની કોથળીઓ નં.૨૦ એમ કુલ દેશીદારૂ લીટર-૧૦૦ કી.રૂ.૨૦,૦૦૦/-નો મળી આવતા ગુન્હો દાખલ થયો છે….
