વાંકાનેર: શહેરમાં પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠા તરફ જવાના રસ્તા ઉપર વૃદ્ધનું મોત નીપજ્યું હતું… જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા ચંદુભાઈ વાલજીભાઈ ભલસોડ (63) નામના વૃદ્ધનું પૂજા જ્વેલર્સથી મચ્છુ નદીના કાંઠે તરફ જવાના રસ્તા ઉપર કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી કરીને
તેને મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની જાકીરહુસેન મોહમ્મદભાઈ રાઠોડ રહે. વાંકાનેર વાળાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી
પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ રમેશચંદ્ર મીયાત્રા દ્વારા કરવામાં આવેલ હોય તેમણે જણાવ્યું હતું કે, વૃદ્ધનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…