વાડીએથી ઘરે જતા હતા ત્યારે બનેલો બનાવ
વાંકાનેર: કુવાડવાના જારિયા ગામે રહેતા વૃદ્ધ સંધ્યા ટાણે વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નિચે પટકાયા હતાં. વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં…

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ કુવાડવાના જારિયા ગામે રહેતા ગાંગજીભાઈ કાળુભાઈ ચાવડા (ઉ.વ.60) સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને વાડીએથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતે પુલ પરથી નીચે પટકાયા હતાં. વૃદ્ધને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

