ઇક્કોમાં લાકડાનો ધોકો મળી આવતા દલડીના યુવાન સામે ગુન્હો દાખલ
વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધ દેરાળાથી વાકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાલી ગામ નજીક બાઇકમાંથી કોઈ કારણોસર પડી જતા તેઓને ઈજા થઈ હતી અને દલડીનો યુવાન ઇક્કો ગાડીની પાછળની સીટમાંથી લાકડાનો ધોકો લઈ ફરતા ગુન્હો દાખલ થયો છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના દેરાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા સામાભાઈ સીદાભાઈ ભડાણીયા (ઉ.72) નામના વૃદ્ધ દેરાળાથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે જાલી ગામ નજીક બાઇકમાંથી કોઈ કારણોસર પડી જતા તેઓને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે…

બીજો ગુન્હો દલડીના રણજીતભાઈ લીલાભાઈ મુંધવા (ઉ.21) પોતાના કબ્જાવાળી ઇક્કો ગાડી રજી નં-G J-36-AL-3278 ની પાછળની સીટમાંથી એક સાડા ત્રણ ફુટનો લાકડાનો ધોકો જીનપરા જકાતનાકા પાસે મળી આવેલ, જેની બન્ને બાજુ લોખંડની કુંડલીઓ છે. જે ધોકાને ફરતી બાજુ લોખંડના તારથી મઢેલ છે, જે હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય તેવો લઈ જાહેરમાં નીકળતા મળી આવતા ગુન્હો જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ તથા અધિક જિલ્લા મેજી,સા, મોરબી જિલ્લા મોરબીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ સબબ નોંધાયો છે….
