નાના ખીજડીયાના શખ્સને અકસ્માતમાં ઇજા: જબલપુર: હુમલાના આરોપીના જમીન નામંજૂર
ટંકારા તાલુકાના હરીપર (ભૂતકોટડા) ગામે રહેતા ગોવિંદભાઈ હીરાભાઈ દુબરીયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. જેથી ટંકારા સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યુ હતું. બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાતા સ્ટાકના એમ.એચ.વાસાણી દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી…નાના ખીજડીયાના શખ્સને વાહન અકસ્માતમાં ઇજા
ટંકારાના નાના ખીજડીયા ગામે રહેતા સંજયભાઈ ગોપાલભાઈ જેસર નામનો ૩૭ વર્ષનો યુવાન ટંકારા નજીકથી બાઈક લઈને જતો હતો. ત્યાં બાઇક સ્લીપ થતા સારવારમાં ખસેડાયો હતો…જબલપુર: હુમલાના આરોપીના જમીન નામંજૂર
જબલપુર ગામનાં બાબુભાઈ હીરાભાઈ ઝાપડાના ચાર સાગ્રીતો સાળા-બનેવીને અપહરણ કરી બન્ને હાથ અને બન્ને પગ ભાંગી નાખવાના ગુન્હામાં આરોપીઓની જામીન અરજી અદાલત ફગાવી દીધી હતી. રાજકોટ એડી. સેશન્સ અદાલતનો મહત્વ પુર્ણ અનુમાન આરોપીઓની ગુન્હાહીત ઈતિહાસ, બનાવનું સ્વરૂપ ગુનાની ગંભીરતા, સજાની જોગવાઈ, ગુનામાં ભજવેલ ભાગ વિગેરે જોતા વિવેક બુધ્ધીની સત્તાનો ઉપયોગ કરવાનું ન્યાયોચીત ન જણાતા રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો…ફરીયાદીની હોન્ડા સીટી કારમાં બેસાડી ટંકારા તાલુકાનાં જબલપુર ગામે રામવાડી પાસે લઈ ગયેલ અને ત્યાં રામવાડી પાસે ગાડી ઉભી રાખી ફરીયાદી અને તેના બનેવી વિપુલભાઈને નીચે ઉતારી આ બાબુ ઝાપડા તથા હકાભાઈ ઝાપડા તથા મેહુલ ઉર્ફે લાલો નાથાભાઈ ઝાલા તથા સાહિલ અલ્લારખા ઉર્ફે સલીમભાઈ શાહમદાર અને ઈમ્તિયાઝ વલિભાઈ ખેરાણી સ્વીફટ કારમાંથી લોખંડનો પાઈપ તથા લાકડાનાં ધોકા કાઢી સાળા-બનેવી બન્નેનાં બન્ને હાથ અને પગ ભાંગી નાખ્યા હતા…