બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા નીચે પટકાયા
વાંકાનેર: તાલુકાના મેસરિયા ગામે વૃદ્ધ ઘરની અગાસી ઉપર બાળકો દોડતા હોવાથી બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા નીચે પટકાતા ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.



જાણવા મળ્યા મુજબ મેસરિયા ગામે રહેતા મામૈયાભાઈ રામભાઈ ખાંભલા ઉ.68 નામના વૃદ્ધની ઘરની અગાસી ઉપર બાળકો દોડતા હોવાથી મામૈયાભાઈ અગાસી ઉપર બાવળના કાંટા વાળા ડાખળા મુકવા જતા અગાસી ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે તેમજ પગમાં ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

