સરતાનપર ગામની સીમમાં કારખાનાના શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ
વાંકાનેર: તાલુકાના રાજગઢ ગામના એક વૃદ્ધા મોટર સાયકલ સ્લીપ થવાના કારણે ઈજા થઇ હતી, જયારે બીજા બનાવમાં સરતાનપર ગામની સીમમા આવેલ કારખાનામાં શ્રમિકને વીજશોક લાગતા મૃત્યુ થયું છે…

જાણવા મળ્યા મુજબ રાજગઢ ગામના કુંવરબેન કાળુભાઈ દંતેશરીયા નામના 72 વર્ષના વૃદ્ધા મોટરસાયકલમાં બેસીને જતા હતા ત્યારે ગામમાં આવેલા મંદિર પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઈજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લઇ ગયા હતા…

બીજા બનાવમાં સરતાનપર ગામની સીમમા આવેલ સેકોલ સિરામિક ફેકટરીમાં કામ કરતી વેળાએ મૂળ બોટાદ જિલ્લાના લીંબાસી ગામના વતની અને હાલમાં ફેકટરીના લેબર કવાટર્સમાં જ રહેતા રવિભાઈ ભીમજીભાઈ જાપડીયા ઉ.19ને વીજશોક લાગતા સારવાર માટે રફાળિયા નજીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે…

