પહેરેલી રેશમી ધોતીમાં તણખો પડતા દાઝયાનું અનુમાન
રાજકોટ: વાંકાનેરમાં 80 વર્ષીય વૃદ્ધ દાઝી ગયા જતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. દાઝી જનાર આશુભાઈ સામંતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 80, રહે. વાંકાનેર, શક્તિપરા, રેલવે સ્ટેશન પાસે) ગઈ તા.4/8/2025 ના રાત્રિના દસેક વાગ્યા આસપાસ 

પોતે ઘરે હતા ત્યારે કોઈ કારણસર પહેરેલ લુગડે શરીરે દાજી ગયા હતા. ઘરે કોઈ પરિવારજનો નહોતા. આસપાસના લોકોએ જાણ કરાતા પરિવારજનો ઘરે આવ્યા હતા અને વૃદ્ધને પ્રથમ સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.


તેમના પુત્રએ જણાવ્યા મુજબ, વૃદ્ધ પથારીવશ છે. બીડી પીવાની આદત હોવાથી બીડી જગાવી હોય અને તેના કારણે રેશમી ધોતી પહેરી હોય, તેમાં તણખો પડતા કદાચ આગ લાગી હોય અને દાઝી ગયા હોય તેમ અનુમાન છે. હાલ વૃદ્ધ સારવાર હેઠળ છે…
