કુલ બારમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઇ છે: આ ચૂંટણી જુના બ્લોક યોજાશે
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા પાંચ બેઠકો બિનહરીફ થઇ છે, જ્યારે બીજી સાત બેઠકો પર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા અને ઉમેદવારી પત્ર ખેંચવાના આજે છેલ્લા દિવસે કોઈએ ઉમેદવારી પત્ર પરત ન ખેંચતા હવે તાલુકા સંઘની સાત બેઠકો બ્લોક પર ચૂંટણી ત્રીજી માર્ચના રોજ થશે.

બિનહરીફ થયેલ બેઠકો અને ઉમેદવારો…
(૧). વાંકીયા: ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ (૨). ઢુવા: બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા (૩). માટેલ: કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ (૪). સિંધાવદર: ઈસ્માઈલભાઈ મામદ પરાસરા (૫). ગારીડા: બાદી અલીભાઇ આહમદ

નીચે મુજબના સાત બ્લોકની ચુંટણી થશે, જો ટાઈ થાય તો ચિઠ્ઠી નાખીને ચૂંટણીનું પરિણામ જાહેર થતું હોય છે. બ્લોકના નામ અને હરીફોના નામ નીચે મુજબ છે…
(૬). લુણસર ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી ૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ
(૭). રસીકગઢ: ૧. પરાસરા અમીયલ હાજી ૨. માથકીયા માહમદ આહમદ
(૮). કેરાળા ૧. બાદી અબ્દુલરહીમ વલીમામદ ૨. જલાલ અલીભાઈ શેરસીયા
(૯). કોઠારીયા: ૧. ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ ૨. બાદી રહીમ જીવા
(૧૦). પ્રતાપગઢ: ૧. ઈસ્માઈલ ફતેમામદ કડીવાર ૨. જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ
(૧૧). જાલસીકા: ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા ૨. પરાસરા નુરમામદ અમીભાઈ
(૧૨). મહિકા: ૧. બાદી અલીભાઈ મામદ નુરા ૨. પોલાભાઈ હિરાભાઈ પરમાર