રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી
જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.
આ મિટિંગમાં રાજુલા જાફરાબાદ અને ખાંભાના લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થતા કોળી સમાજમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી આ વરણી થતા રાજુલા જાફરાબાદ ખાંભા સહિત ગુજરાતભરમાં કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાવા પામી હતી.