નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર વિજેતા
વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે
નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ તથા 16 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી, જેમાં નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર
તથા સામેની પેનલના એક ઉમેદવારનો વિજય થયો હતો આ ચુંટણીમાં નાના સિમાંતની એક પર ફારૂકભાઈ અબ્દુલભાઈ કડીવાર, મહિલા અનામતની બે બેઠક
પર અમીનાબેન ફતેમામદ વકાલીયા અને રીમતબેન યુસુફ શેરસીયા તેમજ સામાન્ય ખેડૂત બેઠક પર ૧. ધર્મેન્દ્રસિંહ બી. ઝાલા, ૨. કનકસિંહ ભીખુભા ઝાલા, ૩.
અલીભાઈ અલાવદી પટેલ, ૪. ઇબ્રાહિમ નુરા વલી વકાલીયા, ૫. પ્રવિણસિંહ ગંભીરસિંહ ઝાલા, ૬. બળભદ્રસિંહ જોરૂભા ઝાલા, ૭. રહીમ અલાવદી વકાલીયા,
૮. લીંબાભાઈ સુરાભાઈ કોબીયા, ૯. બીપીન રઘુ મકવાણા, ૧૦. હબીબ હસન બાદી, ૧૧. રસુલ માહમદ શેરસીયા, ૧૨. રસુલ સાજી કડીવાર, ૧૩. અરવિંદસિંહ જોરૂભા ઝાલા (વિરુદ્ધ પેનલ) ચુંટાઇ આવ્યા હતા જ્યારે અનુસુચિત જાતિ બેઠક પર ખેંગાર નાથા ચાવડા બિનહરીફ થયા હતા