પ્રમુખ કોંગ્રેસી ઉપપ્રમુખ ભાજપી
વાંકાનેર : માર્કેટિંગ યાર્ડ કમિશન એજન્ટ એસોસિએશન વાંકાનેરમાં આજ રોજ મિટિંગ મળી હતી. આ મીટીંગમાં માર્કેટિંગ યાર્ડ દલાલ વેપારી એસોસીએશનનાં પ્રમુખ તરીકે અલીભાઈ બાદીની તેમજ ઉપ પ્રમુખ તરીકે અશ્ચિનભાઈ મેઘાણીની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે…
જે બદલ તેઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. અલીભાઈ બાદી મૂળ મહિકાના અને અશ્ચિનભાઈ મેઘાણી તેના સીમાપાડોશી હોલમઢના રહેવાશી છે, અલીભાઈ કોંગ્રેસના છે જયારે અશ્ચિનભાઈ પહેલા કોંગ્રેસી હતા, અત્રે ભાજપમાં છે…