કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

૧૧મીએ યાર્ડના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી

હાલમાં કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી દેખાય છે

વાંકાનેર: ભારે વાદ-વિવાદમાં રહેલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હવે આગામી તારીખ 11/09/ 2023 ના રોજ થશે.

આજથી ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાન, નાક, ગળાના સર્જન ડોકટર સેવા આપશે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા ટાઈમથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં થયેલી યાર્ડની ચુંટણી બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલતા હતા છેલ્લે ચંદ્રપુર ગ્રામ પંચાયતના યાર્ડના પ્રતિનિધિની નિમણૂક બાબતનો મામલો પણ હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જે બાબત પુરી થઈ જતા આખરે યાર્ડના ચેરમેન વા.ચેરમેનની ચૂંટણી થશે.

અહીં એ પણ નોંધનિય છે કે ઘણા સમય પહેલા યાર્ડના ડીરેક્ટની ચૂંટણી થઈ હતી. પરંતુ વાદવિવાદના કારણે યાર્ડમાં વહીવટદાર મૂકવામાં આવ્યા હતા. હવે યાર્ડને ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે. જોવુ એ રહ્યું કે યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કયા પક્ષ પ્રેરિત પેનલના ચૂંટાય આવે છે. હાલમાં તો કોંગ્રેસ પ્રેરિત પેનલ પાસે બહુમતી દેખાય છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!