સસ્પેન્સ યથાવત
આગાહી કરવી જોખમથી ભરપૂર
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી છે. આવતી કાલે બાર વાગ્યા પછી ચૂંટણી અધિકારીની રૂબરૂ ઉમેદવારો ફોર્મ ભરશે, મતદાન થશે અને પછી પરિણાંમ પણ કાલે જ જાહેર થઇ જશે. ખેડૂત મત વિભાગના 10, વેપારી મત વિભાગના 4, સહકારી ખરીદ-વેચાણ મંડળીઓનો મત વિભાગના 1, સ્થાનિક સત્તામંડળ નિયુક્ત સભ્ય 1 અને સરકારથી નિયુક્ત સભ્યો 2 મળીને કુલ 18 સભ્યો છે. યાદી નીચે મુજબ છે.
ખેડૂત મત વિભાગ:-
(1) પીરઝાદા શકીલએહમદ ખુર્શીદહૈદર મુ. રાણેકપર
(2) કડીવાર ઇસ્માઈલ ફતેમામદભાઇ મુ.વાલાસણ
(3) ખોરજીયા યુનુસ અલાવદી મુ.અરણીટીંબા
(4) કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઇ મુ.પીપળીયારાજ
(5) પરાસરા ગુલામ અમી મુ.સિંધાવદર
(6) શેરસીયા હુશેન આહમદ મુ. કોઠી
(7) શેરસીયા હુશેન માહમદ મુ. પંચાસર
(8) બ્લોચ ગુલમહમદ ઉમ૨ભાઇ મુ. વાંકીયા
(9) શેરશીયા જલાલભાઇ અલીભાઇ આહમદભાઇ મુ.ચંદ્રપુર
(10) ગોરીયા નાથાભાઇ મનજીભાઇ મુ.ભેરડા,
વેપારી મત વિભાગ:-
(11) બાદી મો.નીસાર ઇરમાઇલભાઇ મુ.લાલપર
(12) પરાસરા મોહમંદ રફીક ઉસ્માનભાઇ નવા માર્કેટ યાર્ડ
(13) ચૌધરી મોહ્યુદીન હુશેનભાઇ મુ.પંચાસીયા
(14) મેઘાણી અશ્વીનભાઇ નવઘણભાઇ નવા માર્કેટ યાર્ડ
સહકારી ખરીદ-વેચાણ મંડળીઓનો મત વિભાગ
(15) બાદી અલીભાઇ મામદભાઇ મુ.મહિકા
સ્થાનિક સત્તામંડળ નિયુક્ત સભ્ય:-
(16) આલ અણદાભાઇ વિસાભાઇ મુ.ચંદ્રપુર
સરકારથી નિયુક્ત સભ્યો :-
જિલ્લા રજિસ્ટ્રારથી, સહકારી મંડળીઓ
(17) જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીની કચેરી, મોરબી
(18) જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મોરબી જિલ્લા પંચાયત, મોરબી
અમારી દ્રષ્ટિએ વાંકાનેરના માર્કેટિંગ યાર્ડના રાજકારણની પરિસ્થિતિ ખુબ જ પ્રવાહી છે. કોણ કોણ ઉમેદવારી કરે છે એના પર પરિણામનો જબરો આધાર રહેશે. બની શકે કે પ્રક્રિયાને અદાલતમાં પડકારવામાં પણ આવે. પલ્લું કોની તરફ ઝુકે છે, એ માટે કાલ પરિણામ સુધી રાહ જોવી પડશે. અત્યારે રાજકીય કોઈ આગાહી કરવી જોખમથી ભરપૂર છે.