કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જિલ્લા દૂધ સંઘની માત્ર એક બેઠક પર ચૂંટણી

દશ બિનહરીફ: એકમાત્ર વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર

વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા વચ્ચે જંગ

ગુજરાતમાં પ્રથમ અને એકમાત્ર મહિલાઓ સંચાલિત મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની મુદત પૂરી થતાં આગામી 29 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. કુલ 11 બેઠકો પર ભાજપ પ્રેરિત મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.વાંકાનેર ની બન્ને બેઠક પર એક કરતાં વધારે ફોર્મ આવ્યા હતા. જેમાંથી ત્રણ ફોર્મ રદ થયા છે. જેથી હવે 10 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. હજુ પણ વાંકાનેર-૨ બેઠક પર બે ઉમેદવાર છે. હાલ તો મહિલા દૂધ સંઘ બિનહરીફ થાય તેવું લાગે છે.

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં મોરબી જિલ્લાના પાંચે પાંચ તાલુકાની બે-બે બેઠક મળી કુલ 11 સીટ પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. જેમાં વાકાનેરમા સામા પક્ષે દાવેદારી કરનાર ચારમાંથી ત્રણ ફોર્મ રદ થયા છે. જેમાં વાંકાનેર-1માં પુષ્પાબા સહદેવસિંહ ઝાલા, હંસાબેન મુકેશભાઇ અઘેરા તથા વાંકાનેર-2માં ગૌરીબેન બીપીનભાઈ ચૌહાણનું ફોર્મ રદ થયું છે.જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 13 હોય જેથી મહિલા દૂધ સંઘ બિનહરીફ થાય તેવું ચોક્કસ પણે લાગી રહ્યું છે.

કઈ બેઠક પર કોણ ઉમેદવાર :- હળવદ -1માં અલ્કાબા દેવેન્દ્રસિંહ રાણા, હળવદ-2માં ડાહીબેન દેવશીભાઈ દોરાળા, મોરબી-1માં સંગીતાબેન રજનીકાંતભાઈ કગથરા, મોરબી-2માં કંચનબેન વિઠલભાઈ કાલરીયા, ટંકારા-1માં ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર, ટંકારા-2માં રતનબેન ગંગારામભાઈ ભાગીયા, માળિયા -1માં ધુળીબેન દીનેશભાઈ વરૂ, માળિયા -2માં ગૌરીબેન ત્રિભુવનભાઈ મેનપરા, વાંકાનેર -1માં ભાવનાબેન ગોરધનભાઇ સરવૈયા બિનહરીફ જાહેર થઈ ગયા છે. જ્યારે વાંકાનેર-2માં જશુબેન કાળુભાઇ કાંકરેચા અને અમીનાબેન ઇસ્માઇલભાઈ પરાસરા આ બે ઉમેદવારો મેદાનમાં છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!