કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ચંદ્રપુર વાડીએથી ઇલેક્ટ્રીક મોટરો ચોરનારા પકડાયા

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામની સીમમાં આવેલ વાડીએ ઇલેક્ટ્રીક મોટરો મૂકવામાં આવી હતી જે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને 29,000 રૂપિયાની કિંમતની મોટરની ચોરી થઈ હોવા અંગેની આધેડે અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ કરેલ છે…

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર મસ્જિદની સામેની શેરીમાં રહેતા હનીફભાઈ અલીભાઈ વડાવીયા જાતે મોમીન (50)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ચંદ્રપુર ગામની નદી વાળી સીમમાં તેઓની વાડી આવેલ છે અને ત્યાં તેમણે પાંચ હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટર મૂકી હતી જે 29,000 રૂપિયાની કિંમતની ઇલેક્ટ્રીક મોટરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી દિલીપભાઇ પરસોતમભાઇ ચારોલિયા (40) અને નરેશભાઈ કેશાભાઈ ચારોલિયા (37) રહે. બંને નવાપરા વાંકાનેર વાળા ની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી પોલીસે બે ઇલેક્ટ્રીક મોટર અને બાઇક નંબર જીજે 22 બી 3284 આમ કુલ મળીને 44 હજારનો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!