હાથે શરીરે દાજી ગયા: સારવારમાં
વાંકાનેર: તાલુકાના રંગપર ગામે વાડીએ લાઈટના છેડા ફીટ કરતી વખતે ઇલેક્ટ્રિક કરંટ લાગતા રમેશભાઈ દેગામાને સારવારમાં ખસેડાયા હતા. ખેતમજૂરી કરતા રમેશભાઈ દેગામા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બનાવ અંગે મળેલી માહિતી મુજબ રમેશભાઈ ગેલાભાઈ દેગામા (ઉંમર વર્ષ 45, રહે. રંગપર ગામ, તાલુકો વાંકાનેર) ગઈકાલે સાંજે 5 વાગ્યે રંગપર ગામે આવેલી લાખાભાઈની વાડીએ હતા. ત્યારે તેઓ લાઈટ ફીટ કરવા માટે વીજ બોર્ડમાં વાયર ફીટ કરી રહ્યા હતા. ત્યારે જ અચાનક તેમને વીજ કરંટ લાગતા હાથે શરીરે દાજી ગયા હતા. તત્કાલ વાડી મારી લાખાભાઈ દ્વારા તેમને વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વરસાદને કારણે ભેજ વાળું વાતાવરણ હોવાથી કરંટ લાગ્યો હોવાનું અનુમાન છે….