30 ટીમોએ વાંકાનેર સહિતના 2003 કનેક્શન ચેક કરતા 254 કેસ કરવામાં આવ્યા
મોરબી : આજે સવારથી મોરબી શહેર એને જિલ્લામાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી ઉપરાંત ભુજ, જામનગર, અંજારની 30 ટીમોએ 2003 કનેક્શન ચેક કરતા 254 કેસમાં વીજચોરી ઝડપાતા કુલ રૂપિયા 106. 96 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા.
ખાસ કરીને હાલમાં કાળઝાળ ગરમી વચ્ચે વીજ માંગમાં ખાસો વધારો થવાની સાથે વીજ ચોરીનું દુષણ વધતા આજે પીજીવીસીએલ વડી કચેરીના આદેશ મુજબ મોરબી શહેર અને જિલ્લામાં મોરબી ઉપરાંત ભુજ, જામનગર, અંજારની 30 ટીમોએ વીજ ચોરી પકડવા માટે 2003 કનેક્શન ચેક કરતા 254 કેસમાં વીજચોરી ઝડપાઇ હતી.
વધુમાં મોરબી, ભુજ, જામનગર અને અંજારની 30 ટીમોએ મોરબી, હળવદ, વાંકાનેર, માળીયા અને ટંકારા તાલુકામાં વીજ ચોરીના 254 કેસ ઝડપી લઈ વીજ ચોરી કરતા ગ્રાહકોને 106.96 લાખના વીજ બિલ ફટકાર્યા હોવાનું સતાવાર રીતે જાહેર કરાયુ છે.